ટ્રેડ સેક્રેટરીએ નવી ‘ગ્લોબલ ગ્રોથ ટીમ’ નિયુક્ત કરી
ટ્રેડ સેક્રેટરીએ નવી ‘ગ્લોબલ ગ્રોથ ટીમ’ નિયુક્ત કરી
Blog Article
યુકેની નિકાસ અને રોકાણને આગળ વધારવા માટે ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડના સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સ એમપી દ્વારા 28 જાન્યુઆરીના રોજ યુકે ટ્રેડ એન્વોય્સની એક નવી ‘ગ્લોબલ ગ્રોથ ટીમ’ ની નિમણૂક કરવામાં આવી છે.
રાજકીય ક્ષેત્રના વિવિધ ક્ષેત્રોમાંથી લેવામાં આવેલા 32 સંસદસભ્યોને છ ખંડોમાં લક્ષીત બજારો સોંપવામાં આવ્યા છે અને બિઝનેસીસ માટે વેપાર અને રોકાણની તકોને ઓળખવા અને તે બજારોમાં રોકાણ માટે પસંદગીના સ્થળ તરીકે યુકેને ચેમ્પિયન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.
લોર્ડ જોન હેનેટની શ્રીલંકા, કેટ ઓસામોર, એમપીની ઇસ્ટ આફ્રિકાના ટાંઝાનિયા, કેન્યા, યુગાન્ડા અને રવાન્ડા, એમપી મોહમ્મદ યાસીનની પાકિસ્તાન અને ડોન્કાસ્ટરના બેરોનેસ રોઝી વિન્ટરટનની બાંગ્લાદેશ માટે નિમણૂંક કરવામાં આવી છે.